ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

સ્વાતંત્ર્ય સેનાની શ્રી પૂર્ણિમાબહેન પકવાસાની રચનાત્મક પ્રવૃત્તિઓ

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)

Publication Date:

Authors : ;

Page : 95-102

Keywords : સ્વાતંત્ર્ય સેનાની શ્રી પૂર્ણિમાબહેન પકવાસાની રચનાત્મક પ્રવૃત્તિઓ;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

પ્રસ્તુત પેપરમાં સ્વાતંત્ર્ય સેનાની પૂર્ણિમાબહેન પકવાસાએ કરેલ રચનાત્મક પ્રવૃતિઓની વાત કરવામાં આવી છે. તેમને બાળપણથી જ રાષ્ટ્રીયતાના સંસ્કારો મળ્યા હતા. જેના કારણે તેઓ નાનપણથી જ દેશસેવામાં જોડાઈ ગયા હતા. તેઓએ નાની ઉંમરે જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓએ આઝાદીના આંદોલન સમયે અનેક એવી પ્રવૃતિઓ કરી છે. સવિનય કાનૂનભંગ સમયે કરેલ પ્રવૃતિઓ, અમદાવાદ યુવક સંમેલનની પ્રવૃત્તિ, હરીપુરા કોંગ્રેસ અધિવેશન વખતે કરેલી સેવા. આ ઉપરાંત તેઓને થયેલ જેલવાસ દરમિયાન પણ ત્યાં જેલમાં કેદી બહેનોને સ્વરક્ષણના પાઠ તેમજ અક્ષરજ્ઞાન આપવાનું કાર્ય કર્યું હતું. ફક્ત ભારત દેશની મુક્તિ સુધી જ નહી પણ આઝાદી મળ્યા પછી પણ તેઓએ ગાંધીજીને આદર્શમાંની સમાજસેવામાં જોડાઈ ગામડાની પછાત બહેનોને જાગૃત કરી ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે. ડાંગમાં અંતરિયાળ વિસ્તારમાં શાળાની સ્થાપના કરી ત્યાંની પછાત બહેનોને શિક્ષણ આપવાનું કાર્ય કર્યું. પૂર્ણિમાબહેનના આ કાર્યને લીધે તેમને ‘ડાંગની દીદી'નું બિરુદ આપવામાં આવ્યું છે. તેમને ભારત તથા ગુજરાત સરકાર તરફથી ઘણા બધા સન્માનપત્રો તથા એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. ૧૦૧ વર્ષની વયે તેઓ મૃત્યુ પામ્યા હતા. તો પોતાનું આખું જીવન સમર્પિત કરનાર ધન્ય છે આ નારીરત્નને.

Last modified: 2020-02-13 21:26:49