'દાંડીકૂચ' એક ઐતિહાસિક સત્યાગ્રહ
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)Publication Date: 2019-12-25
Authors : Sejalben R Patel;
Page : 121-128
Keywords : Dandikooch; Gandhiji;
Abstract
વિશ્વના દેશોએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે જે માર્ગ અપનાવ્યો એના કરતાં ભારતે અલગ જ માર્ગ અપનાવ્યો. તેથીજ વિશ્વના ઇતિહાસમાં આ સ્વાતંત્ર્યસંગ્રામ અનોખો ગણાય છે. આઝાદીની જે લડતો ભારતમાં થઈ, તેમાં મહાત્મા ગાંધીજીની ૧૯૩૦ની દાંડીકૂચનું વર્ષ યાદગાર છે. આ પહેલાં સ્વરાજ મેળવવા માટે અનેક લડતો થઈ, પરંતુ દેશનું હીર પ્રગટ કરે અને બ્રિટીશ સલ્તનતના મૂળિયાં હચમચાવી નાખે તેવી લડતો “ મીઠા સત્યાગ્રહ ” ની જ થઈ. ગાંધીજીએ ૮૧ સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી સુરત જિલ્લાના દાંડી ગામ સુધી પગપાળા ૨૪૫ માઇલનો પ્રવાસ ખેડી અને ત્યાં દરિયા કિનારે ચપટી મીઠું ઉઠાવી, બ્રિટિશ સરકારના આ અન્યાયી કાયદાનો ભંગ કર્યો. અને તે પછી ઘણી જગ્યાએ મીઠાના અન્યાયી કાયદાનો વિરોધ થયો.
આજે પણ જેને આ દાંડીકૂચ જોઈ હતી, તેની આંખોમાં યાદ બનીને રહી ગઈ છે. એક મુઠ્ઠી મીઠું ઉઠાવીને આ અન્યાયી કાયદો મહાત્માએ ભંગ કર્યો, એ પણ લોકોના માનસપટ પર અસર કરી ગયો છે. પ્રજામાં ગાંધીજીએ અનેરું સાહસ અને ચેતના પ્રગટાવી, આ ચેતનાએ બ્રિટીશ સરકાર સામે બાથ ભીડી, અને એ આવનાર દિવસોમાં આઝાદીના સ્વરૂપમાં જોવા મળી. એક હાડપિંજરના દૂબળા પાતળા વ્યક્તિએ પોતાનું સામર્થ્ય દાંડીકૂચના રૂપ માં બતાવ્યું.
Other Latest Articles
- Secure Secret Message Steganography (SSMS)
- Genotypic diversity of cowpea from lower eastern Kenya
- A THEORETICAL APPROACH TO THE CONCEPT OF THE CLUSTER
- A MANAGEMENT TOOL TO AID IN THE TROPICAL OUTBREAK OF THE 21st CENTURY: SENIOR SCIENTISTS AND THEIR KNOWLEDGE OF THE TRIPLE THREAT DENGUE, ZIKA AND CHIKUNGUNYA
- EFFECT OF LEGAL FRAMEWORKS ON OCCUPATIONAL, SAFETY AND HEALTH AMONG THE POLICE OFFICERS IN NAIROBI CITY COUNTY: A CASE OF KENYA
Last modified: 2020-06-04 18:25:27