ગુજરાતના ફકિરી નેતા ઇન્દુલાલ યાજ્ઞિક
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 1)Publication Date: 2020-06-25
Authors : Rupa Kanudan Gadhavi;
Page : 60-64
Keywords : ;
Abstract
ભારતદેશની આઝાદીમાં ઘણા નેતાઓનો ફાળો રહ્યો છે.તેમાં ઇન્દુલાલ યાજ્ઞિકનું ઘણું મોટું યોગદાન રહેલું છે. ઇન્દુલાલ યાજ્ઞિક ને એક ફકીરી નેતા માનવામાં આવે છે.તેમને પોતાના દેશની સેવા માટે દિવસ રાત જોયા નથી.ઇન્દુલાલ યાજ્ઞિક એ મહાગુજરાત આંદોલનમાં મોટો ફાળો આપ્યો છે.તેઓ એની બેસન્ટ થી પ્રભાવિત હતા.ઇ.સ 1915 યંગઈન્ડિયા અંગ્રેજી મેગેઝીનની શરૂઆત કરી. ઇ.સ 1918 માં ગાંધીજી સાથે ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.ત્યારબાદ ઇ.સ 1936 માં ઓલ ઈન્ડિયા કિસાન સભાની પહેલ કરી.ઇ.સ 1939 માં ગુજરાત કિસાન પરિષદની સ્થાપના કરી.ત્યારબાદ ઇ.સ 1956 માં મહાગુજરાત આંદોલનની આગેવાની લીધી હતી.
અમદાવાદ ખાતે લાલદરવાજા શહીદી સ્મારકનું સંચાલન કર્યું.તેમનું મહત્વનું કર્યા જો કોઈ હોય તો તે તેમની આત્મકથા લેખનનું છે.જે 1 થી 6 ભાગમાં આલેખાયેલી છે.(1)જીવન વિકાસ -1955 (2)ગુજરાત માં નવજીવન -1955 (3)કરવો (કેદ)1956 (4)જીવન સંગ્રામ (જીવન સંઘર્ષ)1969 (5)કિસાન કથા -1971 (6)છેલ્લા વાહન-1973 તેમને આત્મકથા ની અંદર ગુજરાત ના દુષ્કાળો , આંદોલનો , પરિષદો, સભાઓ , ઠરાવો , ભાષણો, તેમની સાથે જોડાયેલી વ્યક્તિઓ ની માહિતી આપે છે. આ આત્મકથા ઓ માથી આપણ ને રાજકીય, સામાજિક, સાંસ્ક્રુતિક , આર્થિક, ઇતિહાસ જાણવા મળે છે. ઘણા ઇતિહાસકારો એ ઇતિહાસ લખવામાં ઇન્દુલાલ યાજ્ઞિક ની આત્મ કથા નો સાધન તરીકે ઉપયોગ કર્યો છે. તેમની પ્રતિમાનું અમદાવાદ ખાતે નેહરુબ્રિજ ના ગાર્ડન માં આરોપણ કરવામાં આવ્યું છે. ઇન્દુલાલ યાજ્ઞિક નું વી.એસ હોસ્પિટલ માં 17 જુલાઇ 1972 માં મૃત્યુ પામ્યા હતા.
Other Latest Articles
Last modified: 2020-06-15 16:17:53