ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

મજૂર પ્રવૃતિના પ્રણેતા અને સ્વાતંત્ર્ય સેનાની કેશવજી વાઘેલા (૧૮૯૯-૧૯૫૪)

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)

Publication Date:

Authors : ;

Page : 158-171

Keywords : મજૂર ચળવળ; મજૂર મહાજન સંઘ; ગાંધીવાદી રચનાત્મક પ્રવૃતિઓ; સ્વાતંત્ર્ય સેનાની;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

પશ્વિમના દેશોમાં ઔધોગિક ક્રાંતિ પછી વિવિધ ઉધોગોની સ્થાપના થતાં તેમાં કામ કરતાં મજૂરોનો વર્ગ અસ્તિત્વમાં આવ્યો હતો. સમયાંતરે આ મજૂરવર્ગનું માલિકો લોકો દ્વારા શોષણ થતાં તેમના અધિકારોના રક્ષણ માટે મજૂર સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં જેના માધ્યમથી મજૂર ચળવળોનો ઉદય અઢારમી સદીમાં થયો. ભારતમાં અંગ્રેજોનાં આગમન પછી ઔધોગીકીકરણની શરૂઆત થઇ. ઓગણીસમી સદીના ઉતરાર્ધમાં ગુજરાતમાં પણ ઔધોગીકીકરણની શરૂઆત થઇ અને ત્યારબાદ વીસમી સદીનાં બીજા દસકામાં વ્યવસ્થિત કહી શકાય તેવી મજૂર ચળવળની શરૂઆત થઇ. ગાંધીજીનું ૧૯૧૫માં ભારતમાં આગમન થયું અને ત્યારબાદ અનસુયાબેન અને ગાંધીજીના પ્રયત્નોથી ૧૯૨૦માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. આ મજૂર મહાજન સંઘના માધ્યમથી મજૂર પ્રવૃતિઓને વેગ મળ્યો. આમ, મજૂર મહાજન એ મજૂર પ્રવૃતિઓની લેબોરેટરી સમાન સાબિત થઈ. આ મજૂર મહાજન સંઘમાં સભ્યપદે પાયાના પથ્થર સમાન ગુજરાતના દલિત સમુદાયના કેશવજી વાઘેલા, કીકાભાઇ વાઘેલા, કચરાભાઈ કાળાભાઈ ભગત, મૂળદાસ ભૂદરદાસ વૈશ્ય, વીરાજી માનાજી ભગત, માધવજી પીતાંબર પરમાર, ધનજીભાઈ ગલાભાઈ પરમાર, રતિલાલ માધવજી મકવાણા વગેરેના માધ્યમથી આ સંસ્થા મજૂરોનો અવાજ બની હતી. તેમાં કેશવજી વાઘેલા લડાકુ આગેવાન હતાં. આ મજૂર મહાજન સંઘના દલિત આગેવાનો અને હજારો દલિત મિલમજૂરોએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની ૧૯૨૦ અસહકારની ચળવળથી શરુ કરીને આઝાદીની આખરી લડત સમાન ૧૯૪૨ની હિન્દ છોડો ચળવળ સુધીની દરેક લડાઈમાં

Last modified: 2021-09-08 19:32:10