જૂનાગઢનો ઇતિહાસ જાણવાના સાધન તરીકે ‘દસ્તુરલ અમલ સરકાર ગેઝેટ’
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.4, No. 1)Publication Date: 2022-03-31
Authors : ડૉ.ઝેનામાબીબી અમુમીયા કાદરી;
Page : 39-45
Keywords : દસ્તુર; અમલ; રાજપત્ર;
Abstract
કોઈ પણ પ્રદેશ કે ઘટનાનો ઇતિહાસ જાણવા માટે આધાર સાધનોની જરૂર પડે જ છે. જેમાં પ્રથમકક્ષાના આધાર સાધનો તપસીને લખાયેલો ઇતિહાસ મોટે ભાગે સર્વસ્વીકૃત અને સત્યની વધુ નિકટ હોવાનો સંભવ છે. દુનિયાનો કોઈ પણ સંશોધક બે-ત્રણ હેતુસર સંશોધન કરતો હોય છે. એક તો પોતે નવી જ શોધેલી કોઈ બાબતને પ્રતિપાદિત કરવા ઇચ્છતો હોય છે અથવા શોધાયેલી બાબતોમાં પ્રમાણોને આધારે નવા ફેરફારો કરવા. આવા ખ્યાલને વળગી રહીને જૂનાગઢના બાબી રાજવંશ ના ઇતિહાસને જાણવા અને છેક સ્વતંત્રતા સુધીની સળંગ માહિતી આપતા ઇતિહાસના એક અગત્યના પ્રથમ કક્ષાના સાધન તરીકે અત્રે જૂનાગઢ રાજ્યના રાજપત્ર ‘દસ્તુરલ અમલ સરકાર જૂનાગઢ'નો સંક્ષિપ્ત પરિચય આપવાનો ઉપક્રમ રાખ્યો છે.
આ શોધપત્રમાં ‘દસ્તુરલ અમલ સરકાર રાજપત્ર' શરૂ કરવા પાછળના ઉદ્દેશો,વ્યાપ, રાજ્યની પ્રજા, અંગ્રેજ સત્તા, આઝાદીના સમયે તેની ભૂમિકા, ઇતિહાસના સાધન તરીકે આજના સંશોધકોને કેટલે અંશે ઉપયોગી નિવડ્યું હતું એ અંગે ચર્ચા કરવામાં આવશે.
Other Latest Articles
- राजस्थान के क्रांतिकारियों का आजादी की लड़ाई में योगदान
- Tangaliya Weaving: A Languishing Handicraft of Surendranagar District
- THEMES OF WOMANHOOD IN THE ICON OF BHARAT MATA
- Museum-making in Bihar: A History of House of History and How Biharis Contributed to Retelling their own History
- BASIC EXTINGUISHING METHODS FOR PEATLAND FIRES
Last modified: 2022-04-01 22:01:16