ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

અમદાવાદના મુઘલકાલીન સ્થાપત્યો

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.4, No. 1)

Publication Date:

Authors : ;

Page : 146-152

Keywords : અમદાવાદ; મુઘલકાલીન; સ્થાપત્ય; મસ્જિદ; રોજા;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

સ્થાપત્યને કલા અને વૈભવનો વારસો ગણવામાં આવે છે. ભારતીય ઇતિહાસમાં સ્થાપત્યકલાને ખૂબ જ અગત્યનું સ્થાન આપવામાં આવેલું છે. પ્રાચીન કાળથી લઈને આધુનિક કાળ સુધી અનેક એવી સ્થાપત્ય કલાનો વિકાસ થયેલો જોવા મળે છે. જેમાં સમગ્ર ભારતની સાથે સાથે વિભિન્ન પ્રાંતમાં પણ કલા અને સ્થાપત્યનો ખૂબ જ વિકાસ થયો હતો. જેમાં આપણે અમદાવાદ શહેરની સ્થાપત્ય કલા વિશે જોવા જઈએ તો અમદાવાદમાં સલ્તનત સમયના સ્થાપત્યોની સાથે સાથે મુઘલકાળ દરમિયાન પણ અનેક એવા સ્થાપત્યો બંધાવવામાં આવ્યા હતા. જે હાલમાં પણ મોજુદ છે અને ભારતીય ગૌરવ વારસાની અનુભૂતિ કરાવે છે. આ બધા મુઘલકાલીન સ્થાપત્યો જેવા કે શાહીબાગ, મોતીશાહી મહલ, આઝમખાની સરાઈ સરદારખાની મસ્જિદ અને રોજો તથા મીર અબુતુરાબનો રોજો વગેરે જેવા અનેક સ્થાપત્યોનો વિકાસ થયો હતો. આ બધા સ્થાપત્યોની કોતરણી, મિનારા, ગોખ, ગુંબજ વગેરે તેની વિશેષતાઓ છે. આ બધા સ્થાપત્યો એ આપણી રાષ્ટ્રીય ધરોહર હોવાથી તેની રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. અમદાવાદમાં આવેલ મુઘલ સ્થાપત્યોની વિસ્તૃત માહિતી નીચે મુજબ પ્રસ્તુત કરેલ છે.

Last modified: 2022-04-05 19:54:57