ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

ગુજરાતના પંચમહાલ જિલ્‍લાના આદિવાસીઓમાં સ્‍થળાંતરની પ્રવૃતિઓનો ઈતિહાસ

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)

Publication Date:

Authors : ;

Page : 129-137

Keywords : ;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

ભારત એક વિશાળ જમીન વિસ્તાર ધરાવતો દેશ છે.તેમાં અનાદિકાળથી અનેક માનવજાતિ વસે છે. વળી ભારતના જંગલ વિસ્તારો અને પહાડી વિસ્તારોમાં તેમજ ખીણ પ્રદેશમાં આદિવાસી પ્રજા વસતી આવી છે.જે પોતાનું જીવન જંગલ પેદાશ ઉપર નિભાવતી હોય છે. જેના પરિણામે તેઓ અનેક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું જીવન ટકાવી રાખવાનો પ્રયત્ન કરતી આવી છે. પરંતુ વર્તમાન યુગમાં વિકસીત સમાજના સંપર્કમાં આવવાથી આદિવાસીઓ પણ પોતાનું આર્થિક અને સામાજિક જીવન સુધારવા માટે શિક્ષણ અને સરકારી લાભો મેળવતા થયા છે. પરંતુ તેમનો જોઈએ તેટલો આર્થિક વિકાસ થયો નથી. પરિણામે તેઓ પોતાના આર્થિક વિકાસ માટે અન્ય પ્રદેશમાં રોજગારી માટે સ્થળાંતર કરે છે. આમ પંચમહાલના આદિવાસીઓના સ્થળાંતર પ્રવૃત્તિઓનો ઈતિહાસના ભાગ રૂપે કાળના પ્રવાહમાં પ્રત્યેક જાતિઓ પોતાનું આગવું. ભોગોલિક વાતાવરણ અસર કરતુ હોય છે. સ્થળાંતરથી લોકો અન્ય ભાષી કે અન્ય બોલીબોલતા લોકોના સંપર્કમાં આવવાથી ભાષાકીય આંતરક્રિયા થઇ છે. તેમની રહેણીકરણીમાં અને તેમના જીવન દ્રષ્ટિમાં પરિવર્તન જોવા મળે છે તેમ છતાં વધુ આર્થિક લાભ થાય તેવી જાગૃતિની જરૂરી છે. શિક્ષણથી વ્યસનમુક્તિ અંધશ્રદ્ધામાંથી મુક્ત અને સામાજિક જાગૃતિની જરૂર છે. જો ભવિષ્યમાં એવી થઇ શકે તો જરૂર આદિવાસી પ્રજા દુનિયાદારીના પ્રવાહ સાથે ભળી સંવાર્ગી વિકાસ તરફ આગળ વધી શકે . આમ પંચમહાલના આદિવાસીઓની સ્થળાંતર પ્રક્રિયાની સારી અને નબળી અસરો સમાજ સુધી પહોચાડવાની છે.જેથી આદિવાસી સમાજ પોતાના નબળા પાસાને સમજે અને તેમને સુધારવાના પ્રયાસ કરે જેથી વિકાસની પ્રક્રિયા જડપી બને .

Last modified: 2020-08-30 12:13:12