અમદાવાદ શહેરના મહિલા ઇસ્લામિક સ્થાપત્યો
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)Publication Date: 2019-12-25
Authors : Mr Parashkumar Hiralal Gohel;
Page : 103-109
Keywords : મહિલા ઇસ્લામિક સ્થાપત્યો;
Abstract
પ્રસ્તુત પેપરમાં અમદાવાદ શહેરના ઇસ્લામિક સ્થાપત્યોની વાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યોનું નિર્માણ બેનમૂન અને અદભૂત કોતરણીવાળું છે. તેના લીધે જ અમદાવાદના સ્થાપત્યોનો ઈતિહાસ ગૌરવપૂર્ણ અને વિરલ છે. બે વિરોધી તત્વોને એક કરી સુંદર અને અદભૂત સ્થાપત્ય ઉત્પન્ન કરવા માટે જેમ હિન્દુસ્તાન વખણાય છે તેમ હિન્દુસ્તાનમાં અમદાવાદ પણ અનેરૂ સ્થાન ધરાવે છે. અમદાવાદના સ્થાપત્યોની ખાસ વિશેષતાઓ તો તેની કોતરણીમાં જ જોવા મળે છે. જેમ કે સીદી સઈદની જાળી જેને એક જ પથ્થરમાંથી બનાવી બારીકાઇથી તેમાં કોતરણી કરવામાં આવેલ છે જે તેની ખાસ વિશેષતા છે. આ ઉપરાંત અમદાવાદમાં ઘણા એવા મહિલા ઇસ્લામિક સ્થાપત્યો આવેલા છે જે તેની અમુક વિશેષતાઓને લીધે પ્રસિદ્ધ છે. ઉ.દા. રાણી સિપ્રીની મસ્જીદ જે તેની કલાકારીગરી અને તેની સુંદરતા માટે પ્રસિદ્ધ છે એટલે તેને ‘મસ્જીદ-એ-નગીના' તરીકે ઓળખવામાં આવે છે.
આ ઉપરાંત, બીબીજી કી મસ્જીદ, રાણી રૂપમતીની મસ્જીદ, રાણીનો હજીરો, બાઈ હરીરની મસ્જીદ અને વાવ વગેરે અનેક સ્થાપત્યો તેની કેટલીક લાક્ષણીકતાઓને લીધે પ્રસિદ્ધ છે જેની વિસ્તૃત માહિતી પેપરમાં આપવામાં આવેલી છે.
Other Latest Articles
- સ્વાતંત્ર્ય સેનાની શ્રી પૂર્ણિમાબહેન પકવાસાની રચનાત્મક પ્રવૃત્તિઓ
- IMPACT OF WORK EXPERIENCE ON EMOTIONAL INTELLIGENCE AT WORKPLACE
- PRIMARY PELVIC HYDATIC CYST : ABOUT A CASE
- VARIABILITY AND HERITABILITY STUDIES FOR YIELD AND YIELD COMPONENT TRAITS IN FOXTAIL MILLET
- RECONSTRUCTION OF THE ROLE OF THE INDONESIAN NATIONAL POLICE FORENSIC LABORATORY IN A CRIMINAL JUSTICE SYSTEM BASED ON JUSTICE VALUE
Last modified: 2020-02-13 21:34:02