ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

નારીની ભૂમિકા : બદલાવની દ્રષ્ટિએ

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 1)

Publication Date:

Authors : ;

Page : 48-54

Keywords : ;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

૨૧ મી સદીમાં મનુષ્યજાતિના પૃથ્વી પરના રેકર્ડ અથવા નોંધિત ઇતિહાસના ત્રીજા સહસ્ત્રાબ્દનો આરંભ થઈ રહ્યો છે. કોમ્પ્યુટરોને વાય-ટુ-કે-ની ચિંતા છે અને સામાજિક જીવનમાં આમૂલ પરિવર્તન આવી ગયુ છે. લોકશાહી વિશ્વભરમાં સ્વીકૃત રાજ્યવ્યવસ્થા છે, પણ એક સંવિધાન અને એક નિર્વાચનથી એ આગળ નીકળી ગઈ છે. અમેરીકામાં અને યુગોસ્લાવિયામાં, જાપાનમાં અને ઇઝરાયલમાં, આર્જેન્ટીનામાં અને ઈન્ડિયામાં, સર્વત્ર લોકશાહી છે. ચૂંટણીઓ છે, મતદાન છે, પણ જે પરિણામ ઊપજે છે એ સર્વત્ર ભિન્ન છે. લોકશાહી એકસ્પોર્ટ થઈ શકતી નથી, પ્રજાની માનસિકતામાંથી જ પાકટ થતી હોય છે. વ્યાખ્યાઓ બદલાતી જાય છે. આત્મહત્યાને હવે ‘ડેથ વિથ ડિગ્નિટી' અથવા બાઈજ્જત મૌતની ઊંચાઈ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વિશ્વ રાજકારણનો શબ્દ ‘રિયલ-પોલિટિક' હવે ‘આઇડિયલ-પોલિટિક' બનવાની પ્રવૃત્તિ થઈ રહી છે. રાજકારણ પણ રાષ્ટ્રકારણ બનવું જોઈએ, પ્રદર્શન નહીં, પણ દર્શન આવવું જોઈએ, ચેષ્ટાનું સ્થાન નિષ્ઠાએ લેવું જોઈએ, જે દેશો વિરાટ છે, ત્યાં ૧૯મી સદીના સિધ્ધાંતો અત્યારે અસંબંધ્ધ થઈ રહ્યા છે અને ચિંતકો નવી ‘કોન્શેનશિએશનલ થીઅરી'ની વાત કરી રહ્યા છે. એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ, સત્તામાં સાઝેદારી, એકકેન્દ્રી પરિવારશાહી નહીં, અંગ્રેજીમાં ‘પાવર-શેરિંગ' ! અને આ એક મૂલત: વિરોધિતા છે. ફ્રેંચ રાજનીતિજ્ઞ ચાર્લ્સ દ' ગોલે એમની આત્મકથામાં લખ્યું હતું એમ બે વસ્તુઓમાં ભાગીદારી ચાલતી નથી; સ્ત્રી અને તલવારની ધાર (સત્તા) !

Last modified: 2020-06-15 16:12:49