ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

રતિદાસ કાલિદાસ રાવલ : એક સ્વાતંત્ર્ય સેનાની

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 1)

Publication Date:

Authors : ;

Page : 71-75

Keywords : ;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

૧૯૪૭ પહેલા આપણો દેશ ગુલામ હતો. દેશની આઝાદી અપાવવા માટે ઘણાં ક્રાંતિકારી એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કેટલાક ક્રાંતિકારીએ પોતાની ચળવળ શરૂ કરીને દેશને આઝાદી અપાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આવા જ આપણા દેશભક્ત રતિલાલ કાલિદાસ રાવલ જેમણે પોતાનું સંપૂર્ણ જીવન દેશને આઝાદ કરવામાં વ્યતીત કરી દીધું હતું તેઓ મુંબઈમાં રહીને ભૂગર્ભ પ્રેસ ચલાવતા હતા. તે સમયે દેશને આઝાદીની ચળવળને વધુ ઉગ્ર બનાવવા માટે વર્તમાનપત્રો એ ખૂબ જ મહત્વ ભાગ ભજવ્યો હતો. મુંબઈમાં તેઓ ભૂગર્ભ પ્રેસ ચલાવતા હતા ત્યારે અંગ્રેજો ને જાણ થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આઠ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી તેમને મુંબઈની પ્રખ્યાત જેલ એરવાડા જેલમાં મોકલવામાં આવ્યા હતા ત્યાર બાદ ત્રણ મહિના પછી ત્યાંથી ઇડરની જેલમાં મોકલવામાં આવ્યા હતા. અહીં જેલમાં બેઠા હતા ત્યારે પણ તેમને દેશભક્તિ ની સેવા કરવાનું શરુ જ રાખ્યું. તેઓ જેલમાં હતા ત્યારે પણ ત્યાંના પોલીસ કોન્સ્ટેબલના છોકરાઓને જેલમાં રહીને શિક્ષણકાર્ય આપતા હતા. આમ રતિલાલ કાલિદાસ રાવલ એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. રતિલાલ કાલિદાસ રાવલે દાંડીકૂચ યાત્રા અને હિન્દ છોડો ચળવળ ને અસરકારક બનાવવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આમ એક દેશભક્ત અને સ્વાતંત્ર સેનાની તરિકે રતિલાલ કાલિદાસ રાવલે પોતાનું સંપૂર્ણ જીવન વ્યતિત કર્યું હતું.

Last modified: 2020-06-15 16:24:00