ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

કચ્છમાં આવેલ રામાયણ તથા મહાભારત સમયના પ્રાચીન ઐતિહાસિક સ્થળો

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 3)

Publication Date:

Authors : ;

Page : 43-47

Keywords : કચ્છનું નામકરણ; રામાયણકાળમાં કચ્છ; મહાભારતકાળમાં કચ્છ; સમાપન;

Source : Downloadexternal Find it from : Google Scholarexternal

Abstract

પ્રવાસ, પર્યટન માનવ જીવનનું એક અભિન્ન અંગ છે. આજનું માનવજીવન સતત યંત્રવત બનતું જઈ રહ્યું છે. ચિંતા, દોડધામ, કામની વ્યસ્તતા, ઉચાટ, માનસિક ત્રાસ, જીવનમાં સતત તણાવ વગેરેને કારણે માનવી તેમાં કંઈક નવું પરિવર્તન લાવવા માટે પ્રવાસ પર્યટન નો આશરો લે છે. ક્યારેક આનંદ પ્રમોદ માટે ક્યારેક કામ સબબ અથવા તો મોજ મસ્તી કે શોખ થી એક સ્થળે થી બીજા સ્થળે લોકો પ્રવાસ નું આયોજન કરે છે. તે કુદરતી સ્થળ, દરિયા કિનારે, નદી કાંઠે, ધાર્મિક સ્થળે હરવા ફરવા જાય છે. જેના કારણે તેના એકધારા, કંટાળા જનક જીવનમાં પરિવર્તન આવે છે ને તેને કાર્ય કરવાની નવી ઉર્જા પણ મળે છે. કચ્છ પ્રવાસન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે તે રામાયણ તથા મહાભારત કાળના સમય માં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. પાંડવો તથા રામ વનવાસ સમય દરમ્યાન કચ્છમાં પધાર્યા હતા તેના પુરાવા સ્વરૂપ કેટલાક સ્થળો કચ્છમાં આવેલા છે જે પરથી કચ્છ કેટલું વિશેષ સ્થાન ઈતિહાસ માં ધરાવે છે તેનો ખ્યાલ આવે છે.

Last modified: 2022-01-25 14:06:12