ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

દસાડા(પાટડી) તાલુકાના ધાર્મિક સ્થળો – એક અધ્યયન

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.4, No. 1)

Publication Date:

Authors : ;

Page : 115-129

Keywords : લોક દેવી-દેવતા; પાળિયા; પીર; દરગાહ; જિનાલય;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

માનવ સંસ્કૃતિ ના વિકાસ અને ધાર્મિક-સામાજિક ચેતના વિકાસ ને ઉજાગર કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. ઈતિહાસમાં દ્રષ્ટિ કરતાં એક વાત તો બહુ સ્પષ્ટ થાય છે કે પ્રાચીન સમયથી વર્તમાનકાળ દરમ્યાન માનવીને ધર્મ વિના ચાલ્યું નથી. કેમ કે વ્યક્તિગત જીવનમાં ધર્મ માનવી મતે સંસ્કાર-પ્રેરણા સ્ત્રોત છે. માનવીના જીવનમાં દુ:ખો અને હતાશાઓની સ્થિતિમાં ધર્મોપદેશ માનવીના મનમાં શાંતિ આપે છે. અને ધર્મોના નીતિપૂર્ણ ઉપદેશો તથા આદર્શ ધર્માત્માઓના ઉદાહરણો-ચરિત્રો મનુષ્યને સદાચરલક્ષી જીવન ઘડતરમાં માર્ગદર્શન પ્રદાન કરે છે. માનવીને ધર્મ અને ધર્માત્માએ આપેલા બલિદાન, કાર્યો અને ઉપદેશોનો સાચો મર્મ જે તે ધાર્મિક સ્થળોએ જ મળે છે. અને આ ધાર્મિક સ્થળોએ પહોચતા જ માનવીને આંતરિક શાંતિ મળે છે. અને સાથે-સાથે સત્કાર્યો અને પરોપકારી કાર્યો કરવાની પ્રેરણા ધાર્મિક સ્થળોથી જ પ્રાપ્ત થાય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દેવી-દેવતા, પીર-પયગંબરો, જૈન-મુનિઓ, સંતો-ભક્તો, વીરગતિને પામેલા વીર નર-નારીઓ અને લોક દેવી-દેવતા ના અનેક ધાર્મિક સ્થળો અહીં આવેલા છે. ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્ર સંતો અને વીરોની ભૂમિ ગણાય છે. વીરગતિ પામેલ વીરોના પાળિયાની પુજા અર્ચના કરવીએ આપણી સંસ્કૃતિ અને સ્વભાવ છે. અહીંની લોકો ભક્તિપ્રિય અને ધાર્મિક છે. “સૌરાષ્ટ્ર ના પ્રવેશદ્વાર” તરીકે ઓળખતા સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક યાત્રાધામો, શ્રધ્ધાસ્થળો અને ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાં મંદિરો, મસ્જિદ, દરગાહ, જિનાલયો, વીરોના પાળિયા અને આશ્રમોનો સમાવેશ થાય છે.

Last modified: 2022-04-03 18:05:35