ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

ભારતમાં ખેતમજૂરોની સમસ્યા અને તેનું સમાધાન

Journal: International Education and Research Journal (Vol.9, No. 7)

Publication Date:

Authors : ;

Page : 175-176

Keywords : ખેતમજૂર; ધિરાણ; રોજગારી;

Source : Downloadexternal Find it from : Google Scholarexternal

Abstract

ભારતમાં કુલ ખેતમજૂરોની સંખ્યા 148 મિલીયનથી પણ વધારે જોવા મળે છે. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 14.43 કરોડ જમીન વિહોણા ખેત મજૂરો પૈકી ગુજરાતમાં ખેતમજૂરોની સંખ્યા 68.39 લાખ જોવા મળી હતી. અને સૌથી વધુ ખેત મજૂરોની સંખ્યા ઉત્તર પ્રદેશમાં 1.99 કરોડ જોવા મળી હતી. વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં 1951 માં ખેત મજૂરો ની સંખ્યા 27.50 મિલિયન આજુબાજુ જોવામળી હતી. જે વધીને 1981 માં 56 મિલિયન થઈ જવા પામી હતી. જે 2001 માં 107 મિલિયન થવા પામી હતી અને જે હાલ વર્તમાનમાં 2023 માં 148 મિલિયન સુધી પહોંચી જવા પામી છે. ભારતમાં ખેતમજૂર બિલકુલ અસંગઠિત સ્વરૂપના જોવા મળતા હોય છે. તેઓમાં ખાસ કરીને અજ્ઞાનતા, નિરક્ષરતા વ્યાપક પ્રમાણમાં જોવા મળીતી હોય છે. ખેતમજૂર ખાસ કરીને પોતાના મૂળભૂત અધિકારોથી પણ વંચિત જોવા મળે છે. તેઓને રોજગારી પણ ઋતુના આધારે મળતી હોય છે. એટલે કે ચોમાસાની ઋતુમાં જ રોજગારી મળતી હોય છે, જ્યારે ઉનાળામાં તેઓને કામ વિના બેશી રહેવું પડતું હોય છે. આવા ખેતમજૂરોનું શોષણ પણ મોટા પ્રમાણમાં થતું હોય છે. કારણ કે જમીનદારો પોતાની ઈચ્છા મુજબ વેતન આપતા હોય છે, અને ખૂબ ઓછા પ્રમાણમાં કામ મળવાની સંભાવના હોવાથી આવા મજૂરો ઓછા વેતને કામ કરવા માટે તૈયાર હોય છે. આ પ્રકારના શ્રમિકો ઋણગ્રસ્ત હોય છે. કેમ કે આવા વ્યક્તિઓ પાસે પોતાની જમીન કે બીજી કોઈ સંપત્તિ હોતી નથી કે જેથી તેમને વાણિજ્ય બેંકો ધિરાણ આપી શકે. આવી પરિસ્થિતિમાં ખેત મજૂરોની પાસે શાહુકારો પાસેથી મન મરજી મુજબ વ્યાજની વસુલાત કરતાં હોય છે. આથી ખેતમજૂરો ઉપર દિવસેને દિવસે દેવું વધતું જતું હોય છે. આની સાથે ખેત મજૂરોના નાના બાળકો પણ આ પ્રકારની મજૂરી સાથે જોડાયેલા જોવા મળે છે. એક એવું અનુમાન પણ લગાવવવામાં આવ્યો છે કે એશિયાના કુલ બાળ શ્રમિકોનો એક તૃતીયાંશ હિસ્સો ભારતમાં જોવા મળે છે.

Last modified: 2023-10-26 14:52:20