ગુજરાત ક્રિકેટ એસોસિએશનનું ક્રિકેટના ક્ષેત્રે પ્રદાન
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)Publication Date: 2019-12-25
Authors : Sugamkumar Bachubhai Rathod;
Page : 110-120
Keywords : ગુજરાત; ક્રિકેટ એસોસિએશન;
Abstract
સમગ્ર દેશમાં ક્રિકેટની રમતનો ઉત્સાહ અને જોશ રહેલો છે. આજે અબાલ-વૃદ્ધ સૌ કોઈને આ રમત ખૂબ જ પ્રિય છે. ક્રિકેટ મેચ દરમ્યાન સૌ કોઈ કામકાજ છોડીને ટી.વી. સામે બેસી જતાં હોય છે. પરંતુ આ રમતનો ઈતિહાસ વિશે ખૂબ જ ઓછા લોકો જાણકાર હોય છે. આ રમત અંગ્રેજોની દેન છે. ભારતમાં ક્રિકેટ રમવાની શરૂઆત અંગ્રેજોએ કરી. શરૂઆતમાં અંગ્રેજ અધિકારીઓ અને દેશી રાજ્યો વચ્ચે મનોરંજન માટે રમતી હતી. લોકો આ રમત નિહાળતાં અને એમાં રસ દાખવતાં થયાં અને તેઓએ આ રમવાની શરુ કરી. ભારતમાં ઈ.સ. ૧૯૨૮ માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સ્થાપના થઇ અને ભારતમાં પદ્ધતિસર ક્રિકેટ રમવા લાગ્યું. આઝાદી બાદ ગુજરાતમાં ક્રિકેટનો ખૂબ જ વિકાસ થયો. ગુજરાતમાં ક્રિકેટનાં વિકાસ માટે ત્રણ ક્રિકેટ એસોસિએશન સ્થપાયાં. ઈ.સ. ૧૯૫૦ માં ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સ્થાપનાં થઇ. ગુજરાત ક્રિકેટ એસોસિએશને પોતાના નિયંત્રણ નીચે ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશનો ખોલ્યાં અને ગ્રામીણ ક્ષેત્ર સુધી યુવા પ્રતિભાને શોધવાનાં પ્રયાસો કર્યા છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનનાં પ્રમુખ તરીકે ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કાર્ય કરેલું છે. આ એસોસિએશન અંતર્ગત આવતાં મેદાનોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની યજમાની પણ કરી છે. સરદાર પટેલ સ્ટેડીયમ મોટેરાનું ૨૦૨૦ માં પુર્નનિર્માણનું કાર્ય પૂર્ણ થતા જ વિશ્વનું સૌથી મોટા સ્ટેડીયમ તરીકેની ખ્યાતી મેળવશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશને ભારતની રાષ્ટ્રીય ટીમમાં ઘણાં ક્રિકેટરો આપ્યાં છે. જેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ દેખાવ કરી ગુજરાત રાજ્ય તથા ગુજરાત ક્રિકેટ એસોસિએશનને ગર્વની અનુભૂતિ કરાવી છે.
Other Latest Articles
- અમદાવાદ શહેરના મહિલા ઇસ્લામિક સ્થાપત્યો
- સ્વાતંત્ર્ય સેનાની શ્રી પૂર્ણિમાબહેન પકવાસાની રચનાત્મક પ્રવૃત્તિઓ
- IMPACT OF WORK EXPERIENCE ON EMOTIONAL INTELLIGENCE AT WORKPLACE
- PRIMARY PELVIC HYDATIC CYST : ABOUT A CASE
- VARIABILITY AND HERITABILITY STUDIES FOR YIELD AND YIELD COMPONENT TRAITS IN FOXTAIL MILLET
Last modified: 2020-02-13 21:46:04