ડીસાના ઐતિહાસિક હિન્દુ સ્થાપત્યો
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 1)Publication Date: 2020-06-25
Authors : Sejalben R. Patel;
Page : 76-86
Keywords : ;
Abstract
આદિસનાતન દેવી દેવતા ધર્મ, અતિ પ્રાચીન ધર્મ છે. સમય જતાં તેના નામમાં પરિવર્તન થઈ હિન્દુ ધર્મના લોકો સિન્ધુ નદિના કિનારે વસવાટ કરતાં હોવાથી પોતાની હિન્દુ તરીકે ઓળખવા લાગ્યા. ઇતિહાસ જોતા સૌથી પ્રાચીન સંસ્કૃતિમાં હિન્દુ ધર્મનું નામ પણ અગ્રિમ છે. શરૂઆતમાં હિન્દુઓ એટલે કે પ્રાચીન આર્યો સૂર્ય, અગ્નિ,વાયુ , ઇન્દ્ર અને શીવમાં માનનારા હતા. સમયાંતરે આ દેવી દેવતાઓના વિવિધ પધ્ધતિના મંદિરો બંધાવા લાગ્યા. આ મંદિરોની બાંધણીમાં સંસ્કૃતિના વિકાસ અનુસાર ફેરફારો થયા.
સનાતન હિન્દુ ધર્મની અંદર પૂજાવિધિ, આરતી , ધૂપ, કર્મકાંડ , મંત્રો વગેરે પણ સામેલ થયા અને આ બધી વિધિના કેન્દ્ર સ્થાને મંદિરો રહ્યા. આથી વિવિધ પ્રકારની શૈલીના મંદિરોની રચના થઈ. તે સમયે મઠોની પણ રચના થઈ. લોકોની સુખાકારીનો વિચાર કરી તે સમયે અનેક વાવ, કુવા ખોદાયા અને તેના વડે લોકોને પાણી પૂરું પાડવામાં આવતું. આ સ્થાપત્યો બંધાવ્યા, આ સ્થાપત્યો પરથી તે સમયના લોકોના રીતરિવાજ, ભાષા, રહેણીકરણી, સુખસમૃદ્ધિ, તેમના કળાના દર્શન થાય છે. આ બધા સ્થાપત્યો ઇતિહાસ જાણવાના ઉત્તમ સ્ત્રોત સમાન છે.
Other Latest Articles
- રતિદાસ કાલિદાસ રાવલ : એક સ્વાતંત્ર્ય સેનાની
- Decision Support System for Detection of False Agricultural Insurance Claims using Genetic Support Vector Machines
- સ્વામી વિવેકાનંદનું અમેરિકાગમન
- Mparison of Accuracy Level of Support Vector Machine (SVM) and K-Nearest Neighbors (KNN) Algorithms in Predicting Heart Disease
- ગુજરાતના ફકિરી નેતા ઇન્દુલાલ યાજ્ઞિક
Last modified: 2020-06-15 16:26:14