ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

વામનસ્થલીનો ઇતિહાસ

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 2)

Publication Date:

Authors : ;

Page : 181-185

Keywords : ;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

જુનાગઢ પાસે આવેલ વંથલી અન્ય ગામો કરતાં સૌથી વધુ જૂનું અને મહાભારત કાળના ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવા મળે છે વામનસ્થલીમાં ચુડાસમા વંશના રાજવીઓનું લગભગ ૬૧૫ વર્ષનું દીર્ધકાળ સુધી શાસન રહ્યું હતું. આ નગર સોરઠના પાટનગર તરીકે એ સમય દરમિયાન ઓળખાતું હતું. છ્સો વર્ષનો સમયગાળોએ વામનસ્થલી માટે નો સુવર્ણ યુગ માનવમાં આવે છે. દેશ વિદેશના રાજદૂતો અને રાજપુરુષોની અવર- જવરથી આ શહેર ધમધમતું હતું. યુદ્ધો સુલેહો ,સમાધાન તથા સમગ્ર દેશના ભાવિને અસર કરે તેવા ઐતિહાસિક નિર્ણયો અહીથી લેવાતા હતાં. અનેકના ઉન્નતિ કે પતન અહીથી નક્કી થતા. વામન અવતારએ અહીની અત્યંત ગૌરવ લેવા જેવી ઘટના છે. અને ત્યાંથી જ વામનસ્થલી તરીકે ઓળખાતું આવ્યું છે. વંથલીનગર પૌરણિક ઇતિહાસ ધરાવે છે.ભગવાન વામનજીએ અવતાર ધારણ કરેલ વામનસ્થલી પાછળથી અપભ્રંશ થઈ વંથલી તરીકે ઓળખાતું છે. ભરતભરમાં ભગવાન વમનજીનુ મંદિર માત્ર વંથલીમાં હાલ હૈયાત છે. નવબોના શાસનકાળ દરમ્યાન જૂનાગઢની રાજધાનીનું શહેર વંથલી હતું. સદર પેપરમાં એ જ ઐતિહાસિક સ્થળ વિષેનો ઇતિહાસ રજૂ કરવામાં આવેલ છે.

Last modified: 2020-12-25 23:17:55