પાટણનું પટોળું – એક વૈભવી વિરાસત
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 1)Publication Date: 2021-06-01
Authors : SADHU KHUSHBU VINODBHAI;
Page : 224-237
Keywords : ;
Abstract
કલા શાંત ચિત્તનું પરિણામ છે. તે અચેતન રૂપનું બીજું રૂપ છે, અને આત્માનું પ્રતિક છે. કલા સત્ય છે. સત્ય એ આત્મા છે અને આત્મા શિવ છે. આથી કલાકારની દક્ષતા ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્' જેવા ઉચ્ચ આદર્શોને વરેલી છે, કલા અને સંસ્કૃતિ જેના ચરણ ચુમે છે તેવી ઐતિહાસિક નગરી પાટણ જેણે અનેક કલા રત્નો આપ્યા છે, પોષ્યા છે, ગોદમાં સમાવ્યા છે. વિવિધ પરંપરા ધરાવતા ભારત દેશમાં ગુજરાતનું એ સીમાચિન્હરૂપ છે. ભૌગોલિક દ્રષ્ટિએ સમૃધ્ધ એવા પ્રદેશની શોધમાં નિકળેલ વનરાજ ચાવડાએ વિ.સ. 802 (ઈ.સ. 746) માં સરસ્વતિ નદી તટે આ નવું પત્તન (પાટણ) વસાવ્યું હતું. ત્યારબાદ પાટણની ગાદી ઉપર ચામુંડરાજ, વલ્લભરાજ, સિધ્ધરાજ, ભીમદેવ, કુમારપાળ જેવા વીર પરાક્રમી રાજાઓ થઈ ગયા. જેમના સમયમાં પાટણમાં રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થયેલો. સંસ્કૃતિનો અર્થ એવો હોય છે કે ઊંચી જાતનું વિજ્ઞાન, રાજ્યવ્યવસ્થા, વહેમોનો નાશ, તેમજ સારી ખેતી, સારા ઉદ્યોગો સ્થાપી પોતાની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ બનાવી શકાય. પાટણ પ્રાચીન સમયથી હસ્તકલા ઉદ્યોગનું ઐતિહાસિક કેન્દ્ર છે. અણહિલપુરમાં આવેલ વિદેશી મુસાફરોના લખાણો, સાહિત્યો, દંતકથો, વિવિધ ઇતિહાસકારો
Other Latest Articles
Last modified: 2021-09-23 14:19:46