ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરામાં જળસ્થાપત્યો નું મહત્વ
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 1)Publication Date: 2021-06-01
Authors : SENMA KAUSHIKKUMAR JAGDISHKUMAR;
Page : 203-208
Keywords : ;
Abstract
ભારતીય સંસ્કૃતિએ પ્રાગ ઐતિહાસિક કાલથી અર્વાચીન યુગ સુધી વિવિધતા અને વૈવિધ્ય પૂર્ણ રહી છે. સ્થાપત્યકળા ચિત્રકળા,નૃત્યકળા,ગીત સંગીતકળા વગેરેમાં એક આગવી પરંપરા અને સંસ્કૃતિ જોવા મળે છે. વિસ્તાર પ્રમાણે સંસ્કૃતિ અને પરંપરા માં બદલાવ અને વિવિધતા જોવા મળે છે પરંતુ જળ સ્થાપત્ય એક એવું છે એની ભાવના,એનો ઉદેશ્ય એનું મહત્વ એક સમાન છે. સંસ્કૃતિ અને પરંપરા લોકજીવન સાથે જોડાયેલા છે. આદિકાળથી અર્વાચીનયુગ સુધી સંસ્કૃતિ અને પરંપરા એ એકબીજાના પર્યાય રહ્યા છે. યુગોથી ઓછા ભણેલા પણ જીવનમાં અનુભવથી ‘ગણેલા' આપણા વડિલોએ સંસ્કૃતિને પોતાના જીવન સાથે વણી લીધી હતી. અભણ ગણાતા આપણા વડીલો પાસે અદભુત કોઠાસૂઝ હતી. આવી કોઠાસૂઝને કારણે જ ભારતવર્ષમાં પ્રાચીનકાળ થી અદભુત અવનવા સર્જન કરતા આવ્યા છે. અને આ સર્જન પણ એક રહસ્ય અને લોકકલ્યાણ ની ભાવના જોવા મળે છે. ગુજરાતમાં આવા અનેક શિલ્પો, મંદિરો, મહેલો, ભાવનો નું નિર્માણ કરવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને જળસ્થાપત્યોનું સર્જન એ અદભુત અને આંખે વળગી રહે એવું છે. નદી, તળાવ, વાવ, કુવા અને કુંડની આગવી સંસ્કૃતિ વિકાસ પામી છે અને એટલેજ આપડે નદીઓને માતાનો દરજ્જો પ્રાપ્ત થયો છે અને આ સંસ્કૃતિ અને પરંપરાની શરૂઆત આ આપણા અભણ ગણાતા વડીલોનીજ દેન છે. જેને કારણે દુષ્કાળના વર્ષોમાં પણ જનજીવન સરળતાથી ધબકતું હતું. જળ સ્થાપત્યની સંસ્કૃતિ ખરેખર એ સમગ્ર વિશ્વ મા એની રચના કળા અને શિલ્પોમાં આગવું સ્થાન ધરાવે છે. વિશ્વમાં કલ્યાણ અને સેવાની ભાવના ધરાવતું કોઈ સ્થાપત્ય હોય તો એ જળસ્થાપત્ય છે.
Other Latest Articles
Last modified: 2021-09-23 14:02:59