ભારતીય ઇતિહાસમાં શિલ્પ અને સ્થાપત્યનું મહત્વ
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 3)Publication Date: 2021-12-31
Authors : VAISHALI RAJESHKUMAR CHAVDA;
Page : 48-59
Keywords : ઇતિહાસ; શિલ્પ; સ્થાપત્ય કલા; શિલ્પ અને સ્થાપત્ય;
Abstract
કલાતત્વ આવશ્યક છે એ ઉક્તિ અનુસાર ઇતિહાસમાં તેના આધારભૂત સ્થાન તરીકે શિલ્પ અને સ્થાપત્યનું સ્થાન અગત્યનું છે. ઇતિહાસમાં જોવા જઈએ તો દરેક સમય પ્રમાણે અલગ અલગ પ્રકારના શિલ્પ અને સ્થાપત્યનો વિકાસ થયેલો જણાય છે. પ્રાચીન, સલ્તનતકાલીન, મુઘલકાલીન, મરાઠા કાલીન, બ્રિટીશકાલીન વગેરે શાસન દરમ્યાન શિલ્પ અને સ્થાપત્યનો ખૂબ જ વિકાસ થયેલો જણાય છે. ભારતીય સ્થાપત્યના એક અવિભાજ્ય અંગ સ્વરૂપે ભારતીય શિલ્પકલા અસ્તિત્વ ધરાવે છે તે તેની એક વિશિષ્ટતા છે. મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, મહેલો, કોટ વગેરેમાં અદ્ભૂત સ્થાપત્ય કલાનું દર્શન થાય છે. ભારતીય સ્થાપત્ય કલા ઇતિહાસ દર્શન અને સંસ્કૃતિમાં નિહીત છે. ભારતનો શિલ્પ અને સ્થાપત્યનો વારસો તેની ભવ્યતા, સ્થાપત્ય કલા અને કોતરણીના કારણે આજે ‘વર્લ્ડ હેરિટેઝ સાઈટ' માં સ્થાન પામ્યો છે તે એક ગૌરવની બાબત ગણાય છે. આ રીતે ભારતીય ઇતિહાસમાં શિલ્પ અને સ્થાપત્યનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.
Other Latest Articles
Last modified: 2022-01-25 14:08:07