ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

રાજસ્થાનના મુખ્ય દુર્ગ અને કિલ્લા

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 2)

Publication Date:

Authors : ;

Page : 146-158

Keywords : ;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

રાજસ્થાન એટલે કે રાજાઓની ભૂમિ. ભારતના ઉત્તર પચ્છિમ છેડે આવેલ આ રાજય તેના ભવ્યાતિભવ્ય ઇતિહાસ માટે જાણીતું છે. સ્વતંત્રતા સમયે ભારત દેશમાં કુલ 560 રજવાડાં હતાં. એમાંથી 366 જેટલાં રજવાડાં તો માત્ર રાજસ્થાનમાં જ હતાં. આ તમામે તમામ રજવાડાંઓનો પોતાનો આગવો ઇતિહાસ છે. એમાંયે ખાસ કરીને આ રજવાડાં તેમના સ્થાપત્યોના કારણે વિશ્વ કક્ષાએ પ્રસિધ્ધ બનવા પામેલ છે. રાજસ્થાનનું પ્રત્યેક રજવાડું તેના ઐતિહાસિક કિલ્લાઓ અને દુર્ગના કારણે અલગ તરી આવે છે. આ દુર્ગો બનાવવા પાછળના હેતુઓ જુદા જુદા હતા. જેમ કે, આરામદાયક સ્થળ, રક્ષણનો હેતુ, પ્રસસ્તિના ઉદ્દેશથી વગેરે....... આ દુર્ગોની બનાવટ ખુબ જ કુશળતાપુર્વક કરવામાં આવી છે. તેને વાસ્તુશાસ્ત્રની જટિલતાઓ સાથે સાથે પોતાની પ્રજાના રક્ષણના ઉદ્દેશમાં પણ યથાર્થ સિધ્ધ થવુ પડતું હતું. દરેક દુર્ગ તેની બનાવટથી લઇને તેના યુદ્ધ સમયે ભજવેલ રોલ વિશે એક આગવી અને અવિસ્મરણીય કહાણી ભુતકાળની ગર્તામાં સંગ્રહી બેઠો છે. રાજસ્થાનના દુર્ગને નિહાળવા માટે દર વર્ષે વિદેશોથી લાખો લોકો આવે છે.આ પર્યટક રાજસ્થાનના સ્થાનીય લોકો માટે રોજગાર ઉત્પન્ન કરે છે અને ભારતના વિદેશી મુદ્રા કોષમાં વધારો કરે છે. રાજસ્થાનના દુર્ગોને જોવા આવવા વાળા વિદેશી લોકો રાજસ્થાનની સંસ્કૃતિથી પરિચિત અને પ્રભાવિત થયા વિના રહેતા નથી. જેના કારણે આપણો સાંસ્કૃતિક વિસ્તાર વિદેશોમાં પણ થાય છે.

Last modified: 2020-12-24 02:49:04