લોક અને આદિજાતિ કલા (વારલી)
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 2)Publication Date: 2020-12-25
Authors : .Nitinkumar B. Patel . Dharmedrakumar K. Katara;
Page : 165-172
Keywords : ;
Abstract
તાજેતરના વર્ષોમાં ભારતીય આદિજાતિ કલાઓ પર ખૂબ સંશોધનો થતા જોવા મળે છે. સરકારી અને બિન-સરકારી એજન્સીઓ પણ રસ દાખવી રહી છે. આવુંજ એક ઉદાહરણ વારલી જાતિની કલા છે. વારલી મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રહેતી એક સ્વદેશી આદિજાતિ છે. વારલીજાતીનો મુખ્ય પ્રવાહ ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ છે. આ જાતીએ પોતાના રિવાજો, ધર્મ અને સમારોહ જાળવી રાખ્યાછે. તાજેતરમાં વારલી આર્ટ ધીરે ધીરે લોકપ્રિય થઈ રહી છે. આ કળા સૌપ્રથમ 1970 ના દાયકાના પ્રારંભમાં મળી હતી. વિદ્વાનોનું માનવું છે કે વારલી પેઇન્ટિંગની આ પરંપરા 10મી સદી માં શોધાય હતી. ગુજરાતના પશ્ચિમભાગમાં સહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તરે આવેલા ડાંગ, વાંસદા, ધરમપુર જિલ્લાઓ માં આજે આ જાતિ જોવા મળે છે.
વારલી આર્ટને ધીમે ધીમે મુખ્ય પ્રવાહની લોકપ્રિય સંસ્કૃતિમાં શામેલ કરવામાં આવી રહી છે. કપડાં અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ પર દર્શાવવામાં આવી રહી છે. આ આદિવાસી આર્ટ લોકપ્રિય થઈ રહી છે. આ આર્ટ કલા કાગળ પર સંક્રમણ કરી અને સમાજશાસ્ત્રના ઇન્ટરપ્રેટિવિસ્ટ મોડેલનો ઉપયોગ કરી નવા મુલ્યો સાથે સમાજ સુધી પોહચી રહી છે. આ નવા મુલ્યો સામાજિક ક્રિયા-પ્રતિક્રિયા, ચેતના, અપેક્ષિતતાના સિદ્ધાંતો પર આધારિત હશે. વારલી કળાને વધુ સારી રીતે સમજવા માટે વારલી જાતિની સંસ્કૃતિ, માન્યતાઓ અને લોકોને સમજવા જરુરી છે. વારલી જાતિની સંસ્કૃતિની સાથે સાથે કલાની પોતાની અનેક લાક્ષણિકતાઓ અને વારલી કલાની વાર્તાના સંદર્ભને સમજવુ જરુરી છે. લોકકલાના સ્વરુપ તરીકેની સ્થિતિ, આર્ટ ફોર્મની લોકપ્રિયતા તરફની સફર અને કલાકારોના દૃષ્ટિકોણ વગેરેનું વિશ્લેષણ લોકો કરશે.
Other Latest Articles
Last modified: 2020-12-24 02:59:03