સોલંકીકાલીન સ્થાપત્ય સાંસ્કૃતિક સંદભૅમાં
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 1)Publication Date: 2021-06-01
Authors : FALGUNI RAMESHBHAI VANKAR;
Page : 127-141
Keywords : ;
Abstract
ભારતીય સાંસ્કૃતિક વારસો તેના ભવ્ય ઐતિહાસિક ધરોહરથી સદાય હર્યોભર્યો રહયો છે. જેમાં ગુજરાતનો ઐતિહાસિક વારસો મહત્તવનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં વિવિધ માનવસંસ્કૃતિઓ નિખાર પામી હતી. જેમાં સાહિત્ય, કલા, સ્થાપત્યનો વારસો વિવિધ પ્રદેશોમાં સ્થાપેલ પોતાની વિવિધ કલા-સંસ્કૃતિઓનાં અવશેષો જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક યુગે પોતાનો કોઇ ને કોઇ ફાળો અવશ્ય આપ્યો છે. એને લીધે જ સંસ્કૃતિની આ સરિતા સતત વિસ્તાર પામતી ગઈ છે.
ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ ની સાધનસામગ્રીની ઉપયોગીતા જુદા જુદા સમયે જુદી જુદી રહી છે. પ્રાચીનકાળમાં પ્રાક્-સોલંકીકાળ માટે સિક્કાઓ, શિલાલેખો અને તામ્રપત્રો આધારભૂત સાધન મનાતાં હતાં. જ્યારે સોલંકીકાળના ઇતિહાસ માટે અભિલેખો, તામ્રપત્રો અને સમકાલીન સાહિત્ય આધારભૂત મનાય છે. ગુજરાતના ઇતિહાસમાં સોલંકીઓની વિશિષ્ટ મહત્તા એટલા માટે છે કે આ યુગે સંસ્કૃતિના રાહ પર અનેક નોંધપાત્ર વિક્રમ નોંધાવ્યા હતા. સોલંકીયુગ દરમિયાન રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સમકાલીન પ્રજાઓ અને ભાવિ પેઢીઓએ ગુજરાતને સદાય માન અને આદરસહિત નિહાળ્યું છે. સોલંકીકાળમાં ગુજરાતનું સૌથી પ્રબળ અને
Other Latest Articles
Last modified: 2021-09-23 13:49:37