પ્રાચીન સાંસ્કૃતિક પરંપરામાં ‘ચંદ્રાવતી’
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 1)Publication Date: 2021-06-01
Authors : PATEL SEJALBEN RAMANIKBHAI;
Page : 142-145
Keywords : જૈન; હિન્દૂ; સ્થાપત્ય; પરમાર;
Abstract
ભારતની ભૂમિ ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ભારતના સમગ્ર પ્રદેશની સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળે છે. દરેક પ્રદેશોની અલગ- અલગ સંસ્કૃતિ તેનું એક આગવું મહત્ત્વ ધરાવે છે . તેવીજ એક નગરી જે રાજસ્થાનમાં આવેલી છે, તે નગરીની સંસ્કૃતિ ઉપયોગિતાના સંદર્ભવાળી, સર્વાંગસુંદર, વ્યવસ્થિત અને આયોજન પૂર્વકની હતી. ચંદ્રાવતીની સંસ્કૃતિમાં સત્ત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય છે. ભારતના સમગ્ર પ્રદેશની સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળે છે, તેજ રીતે ચંદ્રાવતીની સંસ્કૃતિ પ્રાચીનકાળથી મધ્યકાળ સુધી તેનું એક વિશેષ મહત્વ ધરાવતી હતી. આજે પણ આ નગરીમાંથી મળેલા અવશેષો આ સંસ્કૃતિના વિચારો, બુદ્ધિ, કલા- કૌશલ્યના મૂલ્યોની સાક્ષી પૂરે છે.
ચંદ્રાવતી ધાર્મિક, સામાજિક, આર્થિક, સ્થાપત્યની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવતી હતી. ૭ થી ૧૩મી શતાબ્દીમાં તેનો વૈભવ વિશેષ હતો. સાંસ્કૃતિક દ્દ્રષ્ટિએ ૧૦ થી ૧૨મી શતાબ્દીમાં પરમાર શાસકોની રાજધાની હતી અને ખૂબ ખ્યાતિ ધરાવતી હતી. તેની ધાર્મિક પરંપરામાં મુખ્યત્વે જૈન અને હિંદુ સંસ્કૃતિના દર્શન થાય છે. સ્થાપત્યની દ્રષ્ટિએ પણ આ નગરી વિશેષ મહત્વ ધરાવે છે, આ પ્રાચીન નગરીનો ઇતિહાસ ખંડેરોના અવશેષોમાં આજે પણ ડોકિયું કરતો ઉભો છે. ચંદ્રાવતીનો વિનાશ અનેક વિદેશી આક્રમણોના કારણે થયો તેના કરતાં, અનેક ઘણો વિનાશ માણસોએ કર્યો છે. આવી પ્રાચીન નગરીની સંસ્કૃતિ આજે પણ તેના પેટાળમાં દટાયેલી છે.
Other Latest Articles
Last modified: 2021-09-23 13:54:42