અમદાવાદની પોળ એક સાંસ્કૃતિક વારસો
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 1)Publication Date: 2021-06-01
Authors : NAI DAXESH HARESHBHAI;
Page : 155-170
Keywords : ;
Abstract
ભારતનાં વિવિધ શહેરોમાં સાંસ્કૃતિક ધરોહરના શહેર તરીકે અમદાવાદની ગણના થાય છે. કોઈ મનુષ્યે પોતાના જીવનકાળ દરમિયાન ઘણી સફળતા-નિષ્ફળતા કે ચઢતી અને પડતીઓનો સામનો કર્યો હોય તે પરથી તેના જીવનનાં લેખો-જોખાં મેળવી શકાય, તેવું જ આ અમદાવાદ શહેરનું પણ છે. 15મી શતાબ્દીમાં ઈ.સ.1411 ની 27મી ફેબ્રુઆરીએ અહમદશાહ નામના બાદશાહે સાબરમતીના કિનારે વસાવેલા આ નગરના ઇતિહાસે પણ નાનીમોટી અનેક ચઢતી પડતી નિહારી છે. સમગ્ર ભારત દેશના સર્જનમાં પણ અનેરું યોગદાન આપ્યું છે. અને તેના કારણે જ આજના કેટલાંક પોતાના અર્વાચીન પાટનગરોની સરખામણીમાં એક સમયનું ગુજરાતનું પાટનગર અમદાવાદ અતિ મહત્વનું નગર બની રહ્યું છે. અમદાવાદ એક ઐતિહાસિક શહેર છે અને તેમાં તે સ્થાપત્ય, નિવાસો અને વેપારનું કેન્દ્ર રહ્યું છે. અમદાવાદની પોળો પણ શહેરનું આગવું અને મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે. અમદાવાદ નગરની રચનાની સાથે જ અમદાવાદની પોળોની રચના થયેલી જોવા મળે છે. પોળોમાં રહેતા લોકોની વચ્ચે પરસ્પર એકબીજા સાથે પ્રેમભર્યા વ્યવહાર જોવા મળે છે. ઘણીખરી પોળોમાં એક જ જ્ઞાતિ તથા ધર્મના લોકો એકસાથે રહેતા હોવાથી તેમનું સામાજિક તેમજ સાંસ્કૃતિક વૈમનસ્ય ખૂબ જ અતૂટ પ્રકારનું હોય છે. આ ઉપરાંત પોળોમાં બીજી જ્ઞાતિ કે ધર્મના લોકો રહેતા હોવાથી તે લોકો પણ અરસપરસ એકબીજાના રીતરિવાજો, સામાજિકતા, સાંસ્કૃતિક મહત્વ, પરંપરા, ઉત્સવો વગેરે વિશે જાણે છે અને તેમાં સાથ સહકાર આપીને ભેગા મળીને ખુશીઓ મનાવે છે. ઉપરાંત એકબીજાના સુખ, દુઃખમાં સાથ નિભાવે છે. જેથી તેમની સામાજિકતાનો પણ ખ્યાલ આવે છે. અમદાવાદની પોળોનું
Other Latest Articles
Last modified: 2021-09-23 13:56:32