ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓ અને હિન્દુ કુંભાર સમાજ
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 1)Publication Date: 2021-06-01
Authors : પ્રજાપતિ ભાવેશકુમાર કાન્તિલાલ;
Page : 171-176
Keywords : સમાજ; સંસ્કૃતિ; સંસ્કૃતિકરણ; કુંભારીકામ; સાંસ્કૃતિક પરંપરાઓ.;
Abstract
ભારતવર્ષ પ્રાચીનકાળથી જ ‘વિવિધાતામાં એકતા' ધરાવતો પ્રદેશ રહ્યો છે. જે ‘વસુધૈવ કુટુંબકમ'ની ભાવના સાથે સમગ્ર વિશ્વ સાથે પ્રાચીનકાળથી રાજકીય અને આર્થિક સંબંધો ધરાવે છે. ભારતના ઇતિહાસ પર ઝલક કરીએ તો જાણવા મળે છે કે ભારતભૂમિ આર્થિક સમૃદ્ધિ ધરાવતો પ્રદેશ હોવાની સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતો પ્રદેશ પણ છે. જેનાથી આકર્ષાઈને સમયે સમયે મધ્ય એશિયા અને અન્ય પ્રદેશોની જુદીજુદી પ્રજા અને શાસકોએ આક્રમણો કર્યા. કોઈએ ભારતમાં પોતાની સત્તા જમાવવા પ્રયાસ કર્યા તો કોઈએ માત્ર આર્થિક લાભ લેવા માટે આક્રમણ કર્યાના ઐતિહાસિક પુરાવા જોવા મળે છે. આ પ્રકારની ભયાવહ અને વિકરાળ સ્થિતિમાં પણ ભારતની પ્રજા પોતાની સંસ્કૃતિ ખુમારી સાથે જાળવી રહી છે. જે બતાવે છે કે આ ભારતીય પ્રજા વિદેશી પ્રજાઓની જેમ સત્તા લોલુપ અને લાલચુ નહીં, પણ પોતાની સંસ્કૃતિ અને સમાજની જાળવણીમાં જ રસ ધરાવે છે.
ભારતમાં હિન્દુ સમાજવ્યવસ્થાનો પાયો વર્ણવ્યવસ્થા પર આધારિત છે. જે પ્રાચીનકાળથી સમાજના વર્ગોમાં કાર્યો વિભાજિત કરતી એક સુવ્યવસાથા છે. જેનાથી માનવસમાજ એકબીજાની જરૂરિયાતોની પૂરક પૂર્તિ કરે છે. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – એમ ચાર વર્ણો અસ્તિત્વમાં હતા. આ પૈકીના શૂદ્ર વર્ગમાં કારીગરવર્ગનો સમાવેશ સેવાના હેતુથી થતો હતો. જેમાં સુથાર, લુહાર, કુંભાર, સોની વગેરે જેવા કારીગર સમૂહોનો સમાવેશ થતો હતો. આ કારીગર વર્ગો એકબીજા સાથે વસ્તુ વિનિમય પ્રથાથી સંબંધો
Other Latest Articles
Last modified: 2021-09-23 13:57:15