ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરીકે લોકમેળાઓ અને લોકો ઉત્સવો
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 1)Publication Date: 2021-06-01
Authors : PARMAR DHARTIBAHEN DIVYAKANTBHAI;
Page : 238-251
Keywords : ;
Abstract
ગુજરાતની ધરતીને કુદરતે છુટે હાથે સૌદર્ય બક્ષ્યું છે. પૂર્વમાં સહાદ્રી અને સાતપુડાના પર્વતોની હારમાળા,પશ્ચીમમાં કચ્છનું રણ,ઉત્તરે ગીરીરાજ આબુની ડુંગરમાળા અને દક્ષીણે દમણગંગાનું નૈસર્ગીક સૌદર્ય ઘરાવતા ગુજરાતનાં ગૌરવવંતા લોકજીવનના વિસ્તારપટ પર નજર કરીશુ તો સમૃદ્ધ એવી કળા, સંસ્કાર અને સંસ્કૃતિનો મૂલ્યવાન વારસો ધબકતો નજરે પડે છે. લોકસંસ્કૃતિ એટલે આચારમાં અને વિચારમાં કોઈપણ પ્રજાની જે લાક્ષણિકતાઓ કે જીવનરીતિ પરંપરાગત પેઢી દર પેઢી ઊતરતી રહેતી હોય તે એમની સંસ્કૃતિ. લોકસંસ્કૃતિ લોકોના સમગ્રજીવનને આવરી લે છે. લોકો એટલે એવો માનવ સમૂહ કે જે કોઈ એક જ ભૌગોલિક સીમામાં કે સાંપ્રદાયિકવાડામાં બંધાયેલો ન હોય. ગુજરાતમાં દેશી અને વિદેશી ઘણી પ્રજા આવી અને ગઈ. એમાં લાકડાના દેવદેવીઓની પૂજા કરતી ગ્રીક પ્રજા, સૂર્યપૂજાનો સંસ્કાર લઈ આવેલી સિથિયન અથવા સફેદ હુણપ્રજા,માછીમારીનું કામ કરતી નિષાદપ્રજાવગેરેનો સમાવેશ થાય છે.ગુજરાતમાંખારવા,કોળી,મિયાણા,બરડાપ્રજા,મેર,બલૂચો,બાબર,ખરક,વણજારા,વાઘેલા,તરગાડા, લુહારીયા,સલાટ,સીદી,જાત,વગેરે પ્રજા ગુજરાતમાં આવીને વાસી છે. આ સર્વે પ્રજા અને પ્રદેશોએ વસેલી પ્રજાએ અને તેમની સાથે આવેલ એમના સંપ્રદાયો,સંસ્કારો,રીતીરીવાજો,માન્યતાઓ,એમના સંગીત,નૃત્ય,ચિત્ર,રહેણીકરણી,અને ખાનપાન,માન્યતાઓ અને કલાકારીગીરીએ સાથે મળીને ગુજરાતની લોકસંસ્કૃતિને ઘાટ આપ્યો છે.
Other Latest Articles
Last modified: 2021-09-23 14:20:26