૧૯મી સદીમાં ગુજરાતમાં સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી શૈક્ષણિક સંસ્થાઓ
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 1)Publication Date: 2021-06-01
Authors : SONALBEN SHAMABHAI MAKWANA;
Page : 252-266
Keywords : ;
Abstract
19મી સદીના ભારતીય સમાજમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ ઘણી કરુણાજનક હતી.ભારતીય સમાજ જીવન પર ધાર્મિક ગ્રંથોની અસર એટલી જબરદસ્ત હતી કે તે ધાર્મિક ગ્રંથોના કથનો ને બ્રહ્મવાક્ય માની આખું જીવન તેના સિદ્ધાંતો મુજબ જીવતો.જેનું સીધું પરિણામ જો કોઈ વર્ગને વેઠવું પડ્યું હોય તો તે છે સ્ત્રી વર્ગ.પુરુષપ્રધાન ભારતીય સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ એટલી ખરાબ હતી કે સામાજિક દુષણો જેવા કે બાળલગ્ન,સતીપ્રથા,દુધ-પિતી,વિધવા પુનઃલગ્ન નિષેધ,જેવા કુરિવાજો ને હસ્તે મુખે સહન કરનાર સ્ત્રીને ચારિત્રવાન સ્ત્રી ગણવામાં આવતી. સ્ત્રીઓમાં માત્ર બાળક પેદા કરવા,ઘરકામ સંભાળવું,પતિની સેવા કરવી જેવી બાબતો ને તેના કર્મ સાથે જોડી દેવામાં આવ્યાં હતા.રાજકીય બાબતો કે સામાજિક બાબતોમાં સ્ત્રીઓ કોઈપણ પ્રકારનો ભાગ લઈ શકતી નહિ. તેને શિક્ષણ લેવાનો કોઈ અધિકાર નહોતો. આવી પરિસ્થિતિમાંથી સ્ત્રીઓને બહાર લાવવાના અસરકારક સાધન તરીકે આધુનિક શિક્ષણે મહત્વની ભૂમિકા નિભાવી.
Other Latest Articles
Last modified: 2021-09-23 14:21:18