સલ્તનકાલીન અમદાવાદની વાવોનો ઇતિહાસ
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 3)Publication Date: 2021-12-31
Authors : Gohel Parash H.;
Page : 60-65
Keywords : વાવના પ્રકારો; અડાલજની વાવ; બાઈ હરિરની વાવ; માતર ભવાનીની વાવ;
Abstract
કોઈપણ પ્રકારની વાવો જોવા મળે છે તેના પરથી જ તેના સ્થાપત્યનો ખ્યાલ આવી જાય છે. સામાન્ય રીતે વાવ જાહેર માર્ગો પર જ વટેમાર્ગુઓ પાણી પી શકે અને વિસામો કરી શકે તે માટે બનાવવામાં આવી છે. આ વાવો સોદાગરો કે શ્રેષ્ઠીઓ પાણીની સવલત અને વિરામની સગવડના હેતુ માટે દાનપૂણ્ય કમાવા બંધાવતા હોય છે. જેને ‘પૂર્વધર્મ' કહીને બિરદાવવામાં આવે છે. શિલ્પ શાસ્ત્ર પ્રમાણે વાવના ચાર પ્રકાર હોય છે. ૧. એક મુખની ત્રણ ફૂટની વાવને નંદા કહેવાય છે. (ફૂટ એટલે માટ, ખંડ-મંડપ) ર. બે મુખની ફૂટની વાવને ભદ્રા કહેવાય છે. ૩. ત્રણ મુખની નવ ફૂટની વાવને જયા કહેવાય છે. ૪. ચાર મુખની ૧ર ફૂટની વાવને વિજ્યા કહેવાય છે. સલ્તનકાળ દરમિયાન અમદાવાદમાં મુખ્યત્વે ત્રણ વાવ બંધાવેલી જોવા મળે છે. જેમ કે અડાલજની વાવ, બાઈ હરિરની વાવ અને માતર ભવાનીની વાવ જેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.
Other Latest Articles
Last modified: 2022-01-25 14:09:28